
તાલાલા શહેર ભાજપ પ્રમુખ સુનિલ રમણ ગંગદેવ (ઉં.વ.૪૦)એ દારૂ ઢીંચી દંગલ કરતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવથી કેસરીયા કાર્યકરોમાં સાગાટો છવાઈ ગયો છે. હવે આ ભાજપ નેતાનું રાજીનામું લેવાયું છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, તાલાલા શહેરના વિરપુર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં નાના બાળકો રમતા હતા. ત્યાંથી પસાર થતા તાલાલા ભાજપ પ્રમુખે બાળકો પાસે આવી ગાળો બોલી હતી.
સ્થાનિકો ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો
સ્થાનિક રહિશ રૂચિતે ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પ્રમુખે બેટથી હુમલો કર્યો હતો. રૂચિત તથા છોડાવવા આવેલ એક મહિલા સહિત ત્રણ લોકો પર ઘાતક હુમલો કર્યો હતો, જેમાં રૂચિત તથા એક મહિલાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં બન્ને તાલાલા હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.