
LSG vs CSK: આજે આપણને IPLમાં ગુરુ અને શિષ્ય વચ્ચેની જંગ જોવા મળશે. એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટનશિપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સતત 5 હારનો સિલસિલો તોડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. રિષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશિપ હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આજે સતત ચોથી મેચ જીતવા અને પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. આ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
LSG હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને છે. તેણે 6માંથી 4 મેચ જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. LSGની નેટ રન રેટ +0.162 છે. જો ટીમ આજે જીતે છે, તો તેના 10 પોઈન્ટ થશે, તે ગુજરાત ટાઈટન્સ (GT) પહેલું સ્થાન છીનવી લેશે અને પોઈન્ટ ટેબલમાં નંબર 1 સ્થાન મેળવશે. ટીમનો સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરન સારી બેટિંગ કરી રહ્યો છે, જો ચેન્નઈએ આજે જીતવું હોય તો તેને વહેલો આઉટ કરવો પડશે. રિષભ પંત (Rishabh Pant) નું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.
બીજી તરફ CSK માટે હાલમાં કંઈ બરાબર નથી ચાલી રહ્યું. 5 વખતની ચેમ્પિયન CSKનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. એમએસ ધોની (MS Dhoni) એ ફરીથી કેપ્ટનશિપ સંભાળી છે પરંતુ ટીમ તેની કેપ્ટનશિપ હેઠળ છેલ્લી મેચ હારી ગઈ હતી. સતત 5 મેચ હાર્યા બાદ CSK પોઈન્ટ્સ ટેબલમાં 10મા ક્રમે છે.
LSG સામે CSKનો રેકોર્ડ ખરાબ છે
LSG અને CSK વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. આમાં LSGનો દબદબો જોવા મળ્યો છે. 5 મેચમાંથી 3 મેચ LSG એ અને 1 મેચ CSK એ જીતી હતી જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.
- LSG સામે CSKનો સૌથી વધુ સ્કોર: 217
- CSK સામે LSGનો સૌથી વધુ સ્કોર: 213
એકાના ક્રિકેટ સ્ટેડિયમ IPL રેકોર્ડ્સ
લખનૌમાં કુલ 17 IPL મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમ 8 વખત જીતી છે અને પહેલા બોલિંગ કરનારી ટીમ એટલી જ વખત જીતી છે. ટોસ જીતનાર ટીમ 10 વખત જીતી, જ્યારે ટોસ હારનાર ટીમ 6 વખત જીતી. આ સ્ટેડિયમ પર IPLનો સૌથી વધુ સ્કોર 235 (KKR દ્વારા LSG સામે) છે.