
તે દિવસે શું થયું?
એરલાઇનની ફ્લાઇટ LH-1790 જર્મનીના ફ્રેન્કફર્ટથી સ્પેનના સેવિલે જઈ રહી હતી. એરબસ A321 વિમાનમાં 199 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. ઉડાન દરમિયાન, મુખ્ય પાયલોટ વોશરૂમમાં ગયા હતા ત્યારે સહ-પાયલોટ અચાનક બેભાન થઈને પડી ગયો હતો. તે સમયે, વિમાન સંપૂર્ણપણે ઓટોપાયલટ મોડમાં ગયું અને લગભગ 10 મિનિટ સુધી કોઈપણ નિયંત્રણ વિના ઉડતું રહ્યું.
કોકપીટનો દરવાજો કેવી રીતે ખુલ્યો?
પાયલોટે સામાન્ય રીતે કોકપીટનો દરવાજો ખોલવાનો પાંચ વખત પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યારબાદ એર હોસ્ટેસે ઇન્ટરકોમ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સંપર્ક થયો નહીં. અંતે, કેપ્ટને ઇમરજન્સી કોડ દાખલ કર્યો, જે દરવાજો આપમેળે ખુલવાનો હતો... પરંતુ તે પહેલાં જ, બેભાન કો-પાયલટ ભાનમાં આવી કોઈક રીતે અંદરથી દરવાજો ખોલ્યો.
પાયલોટે તાત્કાલિક ફ્લાઇટને મેડ્રિડમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે ડાયવર્ટ કરી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. કો-પાયલટને ત્યાંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. લુફ્થાન્સાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેણે તેની ફ્લાઇટ સેફ્ટી ટીમ દ્વારા આંતરિક તપાસ પણ હાથ ધરી છે. જોકે, તપાસની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.