
Mahisagar news: મહીસાગર જિલ્લામાં આવેલા કડાણાના તત્કાલીન નાયબ મામલતદાર જે. જે. પંડ્યા સામે અડધા દિવસમાં 357 દાખલા ઈસ્યૂ કરતા ફરજ પર બેદરકારી દાખવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. તત્કાલીન નાયબ મામલતદાર જે જે પંડ્યા દ્વારા પુરવઠા મામલતદાર હોવા છતાં મામલતદાર રજા પર હોય અને તેમને મહેસૂલનો ચાર્જ મળતા હોદ્દાનો દુરુપયોગ કરી અને અનુસૂચિત જનજાતિના 357 દાખલા આપી દીધા હતા જેથી કડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, મહીસાગરના કડાણામાં તત્કાલીન નાયબ મામલતદાર જે.જે.પંડયા સામે કડાણા પોલીસ મથકમાં માત્ર એક જ દિવસમાં અધધ 357 જાતિના દાખલા ઈશ્યૂ કરવા બદલ ફરજમાં બેદરકારી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે અંગે ફરજ ઉપર ગંભીર બેદરકારી અને સત્તાનો ખોટો ઉપયોગ કરતા કડાણા મામલતદાર એસ. એસ. પરમાર દ્વારા કડાણા મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. બે વર્ષ અગાઉ 20થી 23 જૂન-2023 સુધી પી. એસ. ભુરિયા રજા પર હોવાથી કે. એસ. બારિયાને કડાણા મામલતદારનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જેથી કે. એસ. બારિયા 23 જૂનના રોજ અડધા દિવસે અંગત કામે બહાર જતા જે. જે. પંડ્યા દ્વારા 357 દાખલા ઇસ્યૂ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 357 ઇસ્યૂ કરેલા જાતિના દાખલા તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યા અને ફરીથી નવા દાખલા મેળવવા જાણ કરવામાં આવી છે. કડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ
ધરી છે.