Home / Gujarat / Gir Somnath : Email threatening to blow up Veraval court with bomb

VIDEO: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો મળ્યો ધમકીભર્યો ઈમેઈલ, વકીલોમાં નાસભાગ મચી

ગીર સોમનાથના  વેરાવળ કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી અથવા તો કોઈ પણ રીતે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ મળતા ઉઘડતી કોર્ટે જ નાસભાગ મચી ગઈ હતી. દરેક વકીલો પોતાની ફાઈલો પડતી મૂકીને ડર તેમજ ભય સાથે કોર્ટ પરિસરમાંથી નીકળી ગયા હતા. બીજી તરફ કોર્ટ ખાતે પોતાના કામ માટે તથા ચાલતા કેસની તારીખો માટે આવેલા અસીલો પણ હેરાન થયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટ બિલ્ડિંગને બોમ્બ અથવા કોઈપણ રીતે ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળતાં જ કોર્ટ પરિસરમાં દોડધામ મચી હતી. આ બાબતે તાત્કાલિક પોલીસને ધ્યાન દોરતા એસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર પરિસરને કોર્ડન કરીને સઘન તપાસ આદરી છે. આ બાબતે તાત્કાલિક તપાસ થાય અને આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી ઉગ્ર માગ ઉઠવા પામી છે.

Related News

Icon