મહીસાગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ગુજરાત આરોગ્ય વિભાગને કલંકિત કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લામાં કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ સાથી તબીબ સાથે ચેનચાળા કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
મહિસાગર જિલ્લામાં કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પહેલાં પણ વિવાદમાં આવી ચૂક્યા છે. કડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઑફિસર વિરુદ્ધ જીલ્લા આરોગ્ય અધિકારી ને ફરિયાદો પણ મળી હતી. એવામાં ફરી એક વખત આરોગ્ય અધિકારી ચેનચાળા કરતા નજરે ચડ્યા છે. વાયરલ વીડિયો બાબતે આરોગ્ય અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.