Home / Gujarat / Junagadh : Three children had to bathe in the Netravati river

Junagadh: ત્રણ બાળકો નેત્રાવતી નદીમાં નહાવા પડ્યા, 2ને ડૂબતાં બચાવી હોસ્પિટલ ખસેડાયા

Junagadh: ત્રણ બાળકો નેત્રાવતી નદીમાં નહાવા પડ્યા, 2ને ડૂબતાં બચાવી હોસ્પિટલ ખસેડાયા

Junagadh News: ગુજરાતમાંથી સતત ડૂબવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે યુવાનો નદી, કેનાલ કે તળાવમાં ગરમીથી રાહત મેળવવા માટે નહાવા જતાં હોય છે કિન્તુ ઘણી વખત અજાણી જગ્યાએ નહાવા ચડી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. એવામાં જુનાગઢમાંથી પણ કંઈક આ જ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જુનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના શીલ ગામે ત્રણ બાળકો દરિયાના બારાપાસે નેત્રાવતી નદીમાં નહાવા પડ્યા હતા. થોડી વારમાં બે બાળકો નદીમાં ડુબવા લાગ્યા. જેથી આજુબાજુના માછીમારોને બાળકો ડુબતા હોવાની જાણ થતાં તરવૈયાઓ દ્વારા તેમને બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આખરે માછીમારો અને તરવૈયાઓની સમય સૂચકતાને કારણે બે બાળકોને બચાવી લેવાયા છે.

Related News

Icon