Indian soldier Zhantu Ali Sheikh martyred: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના દુદા બસંતગઢ વિસ્તારમાં એન્ટી ટેરર ઓપરેશન દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિક ઝંટુ અલી શેખને પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં તેમના વતનમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા. શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન ઝંટુ અલી શેખના ભાઈ રફીકુલ શેખ દ્વારા આપવામાં આવેલું ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો શહીદ જવાન અને તેમના પરિવારની વિચારસરણીને સલામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઝંટુ અલી શેખનો ભાઈ રફીકુલ શેખ પણ ભારતીય સેનામાં સુબેદાર છે.

