
Rajkot news: રાજકોટ શહેરમાં ગત 27 એપ્રિલના રોજ યોજાયેલા સમૂહ લગ્નમાં સોનાના દાગીના કહી ખોટા આપી છેતરપિંડી થવા મુદ્દે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાઓ હાલમાં ફૂટી નીકળી છે. સમૂહ લગ્નમાં છેતરપિંડી અંગેની તપાસ થવી જોઈએ. તેમજ તેમને વધુમાં જણાવ્યું કે, સમૂહ લગ્ન એટલે વર અને કન્યા પક્ષ પાસેથી એકપણ પૈસા લીધા વગરનું આયોજન થવું જોઈએ.
મળતી માહિતી અનુસાર, ગત 27 એપ્રિલે રાજકોટ શહેરમાં યોજાયેલા સમૂહ લગ્નમાં સોનાના કહીંને ખોટા દાગીના પધરાવી છેતરપિંડી થવા અંગે કોંગ્રેસના નેતા મહેશન રાજપૂતે સમૂહ લગ્ન કરાવતી સંસ્થાઓને આડે હાથ લીધી હતી. તેમને જણાવ્યું કે, નાણાં લઈ સમૂહ લગ્ન કરાવે છે તે ધંધાદારી આયોજનો ગણવા જોઈએ, તેમજ સમૂહ લગ્ન કરાવનાર સંસ્થાઓ હાલમાં ફૂટી નીકળી છે. સમૂહ લગ્નમાં છેતરપિંડી મામલે ફરિયાદ અંગે તપાસ થવી જોઈએ. મહેશ રાજપૂતે વધુમાં જણાવ્યું કે, સોનાના દાગીના કહીં ખોટા આપ્યા હોય તો કાર્યવાહી થવી જોઈએ.
શું હતો સમગ્ર મામલો
રાજકોટ શહેરના કુવાડવા વિસ્તારમાં શિવાજી સેનાએ ગત 27મી એપ્રિલના રોજ સમૂહ લગ્નનું આયોજન હાથ ધર્યું હતું. જેમાં આપવામાં આવેલા સોનાના દાગીનાના નામે ખોટા નીકળ્યા હતા. કચ્છ જિલ્લાના લખતરના એક પરિવારે ખોટા દાગીના પધરાવી દીધાની સમૂહ લગ્નના આયોજકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.