
Mehsana News: ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી પડ્યા છે. એવામાં કડી પેટા ચૂંટણીમાં પ્રથમ ઉમેદવારી ફોર્મ ભરાયું છે. શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું છે.
ડૉ ગિરીશ કાપડીયાએ કડી પ્રાંત ઓફિસ પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પહોંચી ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જિલ પ્રમુખ પણ ફોર્મ ભરવા માટે જોડાયા હતા. કડી પેટા ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ, આપ સહિત શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.