IPL 2025ની 38મી મેચ 2 સૌથી સફળ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં MI એ 3 વર્ષ પછી CSKને હરાવ્યું હતું. રોહિત શર્મા પહેલી ઓવરથી જ ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો હતો. રોહિતે 33 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી જ્યારે સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાના 50 રન પૂર્ણ કર્યા. આ રીતે બંને બેટ્સમેનો પોતાની ટીમને જીત તરફ દોરી ગયા. આ જીત સાથે, MI એ KKRને પાછળ છોડી દીધું છે અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે CSK 4 પોઈન્ટ સાથે છેલ્લા એટલે કે 10મા સ્થાને છે.

