ગઈકાલે IPL 2025ની 63મી મેચમાં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ શાનદાર પ્રદર્શન કરીને દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું અને આ સાથે IPL પ્લેઓફમાં પણ સ્થાન મેળવ્યું. પ્રથમ બેટિંગ કરતા, MIએ 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. જવાબમાં DCની ટીમ 18.2 ઓવરમાં માત્ર 121 રન બનાવી શકી. સૂર્યકુમાર યાદવ, બુમરાહ અને સેન્ટનર મુંબઈની જીતના હીરો રહ્યા હતા. સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ પછી, બોલિંગમાં, મિચેલ સેન્ટનરે 4 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધી. બુમરાહે પણ 12 રન આપીને 3 વિકેટ લીધી હતી.

