
ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે IPL 2025ની એલિમિનેટર મેચ આજે (30 મે) ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત GTની ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ લીગ સ્ટેજની છેલ્લી કેટલીક મેચોમાં ટીમની હારને કારણે તેને ટોપ-2માં સ્થાન ન મળ્યું. બીજી તરફ, જો MIની ટીમની વાત કરીએ, તો આ સિઝનની શરૂઆત તેના માટે બિલકુલ સારી નહતી રહી, પરંતુ તે પછી તેણે શાનદાર વાપસી કરી અને લીગ સ્ટેજના અંતે ચોથા સ્થાને રહી. હવે બધાની નજર GT અને MI વચ્ચેની એલિમિનેટર મેચ પર છે.
ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે
જો ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં GT અને MI વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની પિચ વિશે વાત કરીએ, તો અહીં ટોસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ક્વોલિફાયર-1 મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં RCB ટીમના બોલરનું અદ્ભુત પ્રદર્શન જોવા મળ્યું હતું, જ્યારે ફાસ્ટ બોલરે નવા બોલથી વિકેટ લીધી હતી, તો સ્પિનર પણ આ પિચ પર પોતાનો પ્રભાવ બતાવવામાં સફળ રહ્યા હતા. આવી સ્થિતિમાં, GT અને MI વચ્ચેની મેચમાં, જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેવા માંગશે જેથી પિચનો મૂડ વધુ સારી રીતે સમજી શકાય.
અહીં અત્યાર સુધી 10 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમ 5 વખત જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમ પણ 5 વખત જીતવામાં સફળ રહી છે. જો આપણે અહીં પ્રથમ ઈનિંગના સરેરાશ સ્કોર વિશે વાત કરીએ, તો તે 160થી 165 રનની વચ્ચે જોવા મળે છે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
જો આપણે IPLમાં GT અને MI વચ્ચેના હેડ ટૂ હેડ રેકોર્ડ પર નજર કરીએ, તો GT સ્પષ્ટ રીતે આગળ છે. અત્યાર સુધી, બંને ટીમો 7 વખત ટકરાઈ છે, જેમાં GTની ટીમ 5 મેચ જીતી શકી છે, જ્યારે MIની ટીમ ફક્ત 2 વાર મેચ જીતી શકી છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
GT: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુસલ મેન્ડિસ, શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ગેરાલ્ડ કોએત્ઝી, અરશદ ખાન, સાઈ કિશોર અને મોહમ્મદ સિરાજ.
MI: રોહિત શર્મા, જોની બેરસ્ટો, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ચરિથ અસલંકા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ.