Home / Sports / Hindi : GT vs MI eliminator IPL 2025 match preview

GT vs MI / કરો યા મરો મેચમાં ટકરાશે ગુજરાત અને મુંબઈ, આજે એલિમિનેટરમાં હાર્યા બાદ બહાર થશે એક ટીમ

GT vs MI / કરો યા મરો મેચમાં ટકરાશે ગુજરાત અને મુંબઈ, આજે એલિમિનેટરમાં હાર્યા બાદ બહાર થશે એક ટીમ

આજે (30 મે) શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમ, જે ટાઈટલના દાવેદાર તરીકે શરૂઆત કર્યા પછી નિષ્ફળ ગઈ હતી, તે IPL 2025ની એલિમિનેટરમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એલિમિનેટરમાં હારનારી ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમને બીજી ક્વોલિફાયરમાં રમવાની તક મળશે. નબળી શરૂઆત છતાં, MIની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. GTની ટીમે છેલ્લી ચાર સિઝનમાં ત્રીજી વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે અને આ સમય દરમિયાન 2022માં તેની ડેબ્યુ સિઝનમાં ટાઈટલ પણ જીત્યું હતું.

કેપ્ટનની વિશ્વસનીયતા દાવ પર

જોકે, ગિલ અને હાર્દિક બંનેએ ઘણું સાબિત કરવાનું છે. જો GT ટાઈટલ જીતે છે, તો ભારતના નવનિયુક્ત ટેસ્ટ કેપ્ટન ગિલની કેપ્ટન તરીકે વિશ્વસનીયતા મજબૂત થશે.

ગયા વર્ષે ટીમમાં વાપસી પર બૂઈંગનો સામનો કર્યા પછી હાર્દિકે ફેન્સનો પ્રેમ પાછો મેળવ્યો છે અને IPL ટ્રોફીથી તે ફ્રેન્ચાઈઝીના મહાન ખેલાડીઓની યાદીમાં તેનું સ્થાન મજબૂત કરશે. જોકે, બંને કેપ્ટનોએ ટાઈટલની શોધમાં ત્રણ પડાવ પાર કરવા પડશે. એલિમિનેટર જીત્યા બાદ ક્વોલિફાયર-2 જીતીને જ ફાઈનલમાં સ્થાન મળશે.

ગુજરાત ટાઈટન્સ વધુ ચિંતિત રહેશે

GTની ટીમ વધુ ચિંતિત રહેશે કારણ કે તેણે પ્લેઓફ પહેલા પોતાની લય ગુમાવી દીધી છે. ટીમે તેની છેલ્લી બે હારમાં વિરોધી ટીમને 465 રન બનાવવા દીધા હતા અને પ્લેઓફમાં બોલ સાથે વધુ સારું પ્રદર્શન કરવું પડશે. ટીમના ફાસ્ટ બોલિંગ એટેકના લીડર મોહમ્મદ સિરાજે પાવરપ્લેમાં ટીમને સફળતા અપાવવી પડશે.

લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અરશદ ખાન નવા બોલ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે GTની સમસ્યાઓ વધી છે અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરો પર દબાણ વધ્યું છે, જે વર્તમાન સિઝનમાં 23 વિકેટો સાથે ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે.

ટીમને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ફાસ્ટ બોલિંગ વિભાગમાં નબળાઈઓ ઉપરાંત, સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનની બિનઅસરકારકતાએ બોલિંગમાં ટીમની સમસ્યાઓમાં વધારો કર્યો છે. જ્યારે બેટિંગ વિભાગમાં, ટોપ ત્રણ બેટ્સમેન સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરે ટીમને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

બટલર લીગ સ્ટેજ પછી રાષ્ટ્રીય ટીમમાં જોડાવા માટે પોતાના વતન રવાના થઈ ગયો છે. હવે ટીમને પ્લેઓફમાં તેની ખોટ સાલશે. બટલરના વિકલ્પ તરીકે, ટીમે કુસલ મેન્ડિસને ટીમમાં સામેલ કર્યો છે, પરંતુ તે જોવાનું બાકી છે કે તે ઈંગ્લેન્ડના આ સ્ટાર બેટ્સમેનની ખાલી જગ્યા ભરવામાં સક્ષમ છે કે નહીં.

શાહરૂખ ખાન અને શેરફેન રધરફોર્ડ, જે ટાઈટન્સના મિડલ ઓર્ડરમાં છે, તે સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાં શામેલ નથી, જેના કારણે મુંબઈ સામે GTનો માર્ગ સરળ નહીં રહે.

વિદેશી ખેલાડીઓના જવાથી નુકસાન થયું

વિદેશી ખેલાડીઓના જવાથી GTની જેમ, MIને પણ નુકસાન થયું છે. રિયન રિકેલ્ટને રોહિત શર્મા સાથે ટોપ ઓર્ડરમાં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ આ સાઉથ આફ્રિકાનો બેટ્સમેન હવે નેશનલ ટીમમાં જોડાયો છે.

ઈંગ્લેન્ડના બેટ્સમેન વિલ જેક્સ સાથે પણ આવું જ છે. MI એ ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર રહેલા બેટ્સમેન જોની બેયરસ્ટો ઉપરાંત, રિચાર્ડ ગ્લીસન અને ચરિથ અસલંકાનો ટીમમાં સમાવેશ કર્યો છે. બેયરસ્ટો એલિમિનેટરમાં રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે.

મિડલ ઓર્ડરમાં તિલક વર્માનું નબળું પ્રદર્શન પણ MI માટે ચિંતાનું કારણ છે. સૂર્યકુમારે બેટિંગમાં મુંબઈ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે અને વર્તમાન સિઝનમાં 640 રન બનાવ્યા છે. જો તે નિષ્ફળ જાય તો MI માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.

MIના બેટ્સમેન પહેલા બેટિંગ કરતી વખતે જે રન રેટથી રન બનાવી રહ્યા છે તે પણ ચિંતાનું કારણ છે અને હાર્દિકે આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલરોની આગેવાની હેઠળ મુંબઈના બોલરો વિરોધી ટીમને વધુ પરેશાન કરી રહ્યા છે.

બંને ટીમોની સ્કવોડ

GT: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, કુમાર કુશાગરા, અનુજ રાવત, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, નિશાંત સિંધુ, સાઈ કિશોર, ગેરાલ્ડ કોએત્ઝી, જયંત યાદવ, અરશદ ખાન, કરીમ જન્નત, શેરફેન રધરફોર્ડ, મહિપાલ લોમરોર, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, ગુર્નુર બરાર, ઈશાંત શર્મા, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલવંત ખેજરોલિયા, મોહમ્મદ સિરાજ, દાસુન શનાકા, કુસલ મેન્ડિસ.

MI: હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, તિલક વર્મા, બેવન જેકોબ્સ, રોબિન મિંજ, કૃષ્નન સૃજીત, નમન ધીર, રાજ બાવા, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અશ્વિની કુમાર, રીસ ટોપ્લે, કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચાહર, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન, રઘુ શર્મા, જોની બેરસ્ટો, રિચર્ડ ગ્લેસન અને ચરિથ અસલંકા.

Related News

Icon