Home / Sports / Hindi : IPL 2025: Bengaluru defeats Punjab to reach final after 9 years, Bengaluru bowlers put in a strong performance

IPL 2025 : પંજાબને હરાવી બેંગલુરુ 9 વર્ષ પછી ફાઈનલમાં, બેંગલુરુના બોલરોનું જોરદાર પર્ફોમન્સ

IPL 2025 : પંજાબને હરાવી બેંગલુરુ 9 વર્ષ પછી ફાઈનલમાં, બેંગલુરુના બોલરોનું જોરદાર પર્ફોમન્સ

IPL 2025 Qualifier 1, PBKS vs RCB Match : આઈપીએલ-2025માં આજે પંજાબના ઢાકા સ્થિત મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી, જેમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને 9 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પંજાબની ટીમે આજની મહત્ત્વની મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમ માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારે બેંગલુરુની ટીમે 10 ઓવરમાં બે વિકેટે 106 રન ફટકારી પંજાબ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આખી પંજાબ ટીમનું ખરાબ પ્રદર્શન
પંજાબ તરફથી ઓપનિંગમાં આવેલા પ્રિયાંશ આર્યએ સાત રન, પ્રભસિમરન સિંહે 18, જોશ ઇંગ્લીસે 4, સુકાની શ્રેયસ ઐયરે 2, નેહલ વાઢેરે 8, માર્કસ સ્ટોઇનિસે 26, શશાંક સિંહે 3, મુશીર ખાને 0, અઝમતુલ્લા ઓમરઝાઈએ 18, હરપ્રીત બ્રારે 4 અને કાયલ જેમીસન અણનમ 0 રન નોંધાવ્યા હતા.

 

બેંગલુરુના બોલરોનું દમદાર પ્રદર્શન
બેંગલુરુના બોલરોની દમદાર બોલિંગના કારણે પંજાબની ટીમ સસ્તામાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોશ હેઝલવુડ અને સુયેશ શર્માએ 3-3 વિકેટ ખેરવી હતી, જ્યારે યશ દયાલે બે, ભુવનેશ્વકુમાર અને આર.શેફર્સે 1-1 વિકેટ ઝડપી હતી.

ફિલ સોલ્ટની ફિફ્ટી
બેંગલુરુએ માત્ર 10 ઓવરમાં બે વિકેટે 106 રન નોંધાવી જીત મેળવવાની સાથે ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. બેંગુલુર તરફથી ઓપનિંગમાં આવેલા ફિલ સોલ્ટે 27 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 56 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલીએ 12, મયંક અગ્રવાલે 19 અને સુકાની રજત પાટીદારે અણનમ 15 રન નોંધાવ્યા હતા.

પંજાબ ટીમના તમામ બોલરો સદંતર નિષ્ફળ
પંજાબ તરફથી માત્ર કાયલ જેમીસને ત્રણ ઓવરમાં એક મેડન નાખી 27 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. જ્યારે મુશીર ખાને બે ઓવરમાં 27 રન આપી એક વિકેટ ઝડપી હતી.

બંને ટીમોની પ્લેઈંગ-11
પંજાબ કિંગ્સનો પ્લેઇંગ-11: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાયલ જેમીસન. ઈમ્પેક્ટ સબ: મુશીર ખાન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પ્લેઇંગ-11: વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ, સુયશ શર્મા. ઇમ્પેક્ટ સબ: મયંક અગ્રવાલ

Related News

Icon