Home / Auto-Tech : Instagram: This app is responsible for Android battery draining early, Google also gave such a warning, read details

Instagram: એન્ડ્રોઇડની બેટરી વહેલી ઉતરવા માટે આ એપ જવાબદાર, ગૂગલે પણ આવી ચેતવણી આપી, વાંચો વિગત

Instagram: એન્ડ્રોઇડની બેટરી વહેલી ઉતરવા માટે આ એપ જવાબદાર, ગૂગલે પણ આવી ચેતવણી આપી, વાંચો વિગત

Instagram Causing battery Issue: એન્ડ્રોઇડની બેટરી ઉતરતી બંધ કરવા માટે વહેલી તકે ઈન્સ્ટાગ્રામની એપ્લિકેશનને અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે. આ માટે ગૂગલ દ્વારા પણ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ગૂગલે કહ્યું કે ઇન્સ્ટાગ્રામના અત્યારના વર્ઝનમાં સમસ્યા છે અને એના કારણે એન્ડ્રોઇડની બેટરી ખૂબ જ જલદી ઉતરી જાય છે. ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનમાં સમસ્યા હોવાથી ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ નવું વર્ઝન એટલે કે 382.0.0.49.84 લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝનમાં બેટરી ઈશ્યુનું સમાધાન કરી નાખવામાં આવ્યું છે. જોકે હજી યુઝર્સ એને અપડેટ નથી કરી રહ્યાં, એ માટે ગૂગલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈન્સ્ટાગ્રામની અપડેટ ચેક કરો

ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન અપડેટ છે કે નહીં, એ માટે યુઝર્સ એપ્લિકેશન પર લોન્ગ પ્રેસ કરી ત્યાર બાદ 'એપ ઇન્ફો'માં જઈને એપ્લિકેશનનું વર્ઝન ચેક કરી શકે છે. આ સિવાય, પ્લે સ્ટોરમાં જઈને 'અપડેટ્સ'માં જઈને પણ યુઝર્સ નવી અપડેટ ચેક કરી શકે છે. જો જૂની અપડેટ હશે તો ત્યાં એપ્લિકેશન અપડેટ કરવા માટે કહેશે, અને જો લેટેસ્ટ વર્ઝન હશે તો નવી અપડેટ માટે એપ્સ નહીં દેખાય. ઇન્સ્ટાગ્રામ દ્વારા ગૂગલ, સેમસંગ, વન પ્લસ અને અન્ય દરેક કંપનીઓ માટે નવી અપડેટ રિલીઝ કરી છે.

સિક્યોરિટી પેચ સાથે લિંક છે બેટરી ઈશ્યુ
મે-2025માં એન્ડ્રોઇડ દ્વારા સિક્યોરિટી પેચ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પેચ ઇન્સ્ટોલ કર્યા બાદ યુઝરની બેટરીમાં સમસ્યા આવી રહી હતી. આથી યુઝર દ્વારા તરત જ એ વિશે રિપોર્ટ કરવામાં આવી રહ્યા હતાં. આ નવી અપડેટ ગૂગલ પિક્સેલ યુઝર્સની સાથે સેમસંગના કેટલાક મોડલ માટે રિલીઝ કરવામાં આવી હતી, જેમાં ગેલેક્સી S25નો પણ સમાવેશ થાય છે. પહેલાં યુઝર્સને લાગ્યું હતું કે નવા પેચમાં સમસ્યા છે, પરંતુ હવે આ બેટરી ઈશ્યુ માટે ઇન્સ્ટાગ્રામ જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે

ગૂગલે કેમ ચૂપકી સાધી?
ઇન્સ્ટાગ્રામની આ એપ્લિકેશનમાં સમસ્યા આવી હતી અને હવે કંપની દ્વારા એને ઠીક પણ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ વિશે ગૂગલ દ્વારા હજી પણ ચૂપકી રાખવામાં આવી છે કે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશનમાં શું સમસ્યા હતી. આ ઈશ્યુ મોટો હોવાથી જ એને જાહેર કરવામાં ન આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગૂગલ દ્વારા યુઝર્સને કહેવામાં આવ્યું છે કે તેમની એપ્લિકેશન તરત જ અપડેટ કરો, તેમ જ અપડેટ્સને વારંવાર જોતા રહેવું કારણ કે કંપનીઓ એ દ્વારા સમસ્યાનું સમાધાન આપતાં હોય છે.

બેટરી બચાવવા માટેની ટિપ્સ
એપ્લિકેશનને અપડેટ કરવાથી સાથે એન્ડ્રોઇડ યુઝર્સ બેટરી બચાવવા માટે કેટલીક ટિપ્સનો ઉપયોગ કરી શકે છે.બ્રાઇટનેસ ઘટાડવી.
એડપ્ટિવ બ્રાઇટનેસ ઓન કરવી, જેથી જરૂર પ્રમાણે બ્રાઇટનેસનો ઉપયોગ થાય.
હાયર રિફ્રેશ રેટ ઓછી કરવી.
ઓટો-લોક ટાઈમ 15 અથવા 30 સેકન્ડ માટે સેટ કરવી.
લાઇવ અથવા એનિમેટેડ વોલપેપર ટાળવું.
OLED અને AMOLED ડિસ્પ્લે ધરાવતા ફોનમાં બ્લેક વોલપેપરનો ઉપયોગ કરવાથી પણ બેટરી બચી શકે, કારણ કે આ દરમિયાન કેટલાક પિક્સલ બંધ રહેશે.

Related News

Icon