પંજાબના હોંશિયારપુરમાં પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલના ટુકડા મળ્યા છે. પાકિસ્તાને ગત રાત્રે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં 15 જેટલી મિસાઈલો છોડી હતી. પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તેના પ્રયાસો નાકામ બનાવ્યા હતા. પાકિસ્તાનની મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી. હાલમાં તેના ટુકડાઓ જોવા મળ્યા છે.
https://x.com/ANI/status/1854773575926136893">
https://twitter.com/AHindinews/status/1920723622995313142
પાકિસ્તાને ગઈકાલે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં 15 ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો અને 50થી વધુ મિસાઇલોનો નાશ કરી દીધો છે. હાલમાં પાકિસ્તાને છોડેલી મિસાઈલના અવશેષો પંજાબના હોશિયારપુરમાં મળી આવ્યા છે.
પાકિસ્તાન તરફથી એક પછી એક ઘણી મિસાઇલો છોડવામાં આવી હતી. ભારતીય સૈન્ય દ્વારા બધી મિસાઇલો આકાશમાં જ તોડી પડાઈ છે. જેસલમેરના એસએચઓ પ્રેમદાનએ એએનઆઈને જણાવ્યું, "અમને માહિતી મળી છે કે તે બોમ્બ અથવા તેનો ભાગ હોઈ શકે છે, તેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલી રહી છે."
શુક્રવારે ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશન તરફથી ચેતવણી જારી કરવામાં આવી હતી. શહેરમાં સાયરનના અવાજો ગુંજી રહ્યા છે. ચંદીગઢ પ્રશાસને લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. લોકોને તેમના ઘરની બારીઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.
ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ૧૧ સ્થળોએ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. પાકિસ્તાની આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પછી, ભારતે તેની સંરક્ષણ પ્રણાલી S-400 વડે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.