વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ(CCEA) દ્વારા રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ માત્ર રેલવે નેટવર્કનું વિસ્તરણ જ નહીં પરંતુ, સ્થાનિક લેવલે રોજગારી અને વ્યાપારની નવી તકો ખુલશે.

