મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠકના સાંસદ સંદીપનરાવ ભૂમરેના ડ્રાઈવરના નામ પર 150 કરોડ રૂપિયાની જમીન નોંધાઈ છે. તેને ગિફ્ટ ડીડ તરીકે નોંધાવવામાં આવી છે, પરંતુ હવે તેના પર સવાલ ઉઠી રહ્યા છે કે, આખરે કેમ સાંસદના ડ્રાઈવરને આટલી મોટી રકમની જમીન ગિફ્ટ કરવામાં આવી? ડ્રાઈવરનું નસીબ રાતોરાત બદલાઈ જવાના આ મામલાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.

