Home / Gujarat / Kheda : Kheda news: Two corona cases reported in Nadiad, minor put on ventilator

Kheda news: નડિયાદમાં બે કોરોના વાયરસના કેસ નોંધાયા, સગીરાને વેન્ટિલેટર પર રાખવામાં આવી

Kheda news: નડિયાદમાં બે કોરોના વાયરસના કેસ નોંધાયા, સગીરાને વેન્ટિલેટર પર રાખવામાં આવી

Kheda news: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધીમે પણ મક્કમ ગતિએ ફરી કાળમુખો કોરોના વાયરસ પ્રવેશી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે. આ ક્રમમાં ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં એક 17 વર્ષીય સગીરા અને એક વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે, સગીરાની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રખાઈ છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી વિગતો અનુસાર, આશરે ત્રણેક વર્ષના ગાળા બાદ એકવાર ફરીથી કોરોના વાયરસે ગુજરાત સહિત ભારતમાં દેખા દીધી છે. આવામાં ગુજરાતમાં દૈનિક કોરોના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ દરમ્યાન ખેડા જિલ્લાના મુખ્ય શહેર એવા નડિયામાં પણ બે કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં 17 વર્ષીય સગીરા કોરોના પોઝિટિવ આવતા તેની હાલત ગંભીર છે અને તેને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલના વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ ઉપરાંત વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા તેને કિડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ખેડા જિલ્લામા અત્યાર સુધી કુલ 3 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. આ તમામ કેસ નડિયાદ શહેરના છે. જેથી તંત્રએ વધુ સાવધાની રાખવા જણાવ્યું છે. 

Related News

Icon