Home / World : BRICS Summit 2025: Brazil's invitation to PM Modi for a special dinner has poured oil into China's stomach, know the whole matter

BRICS Summit 2025: PM મોદીને બ્રાઝિલે ખાસ ડિનરનું આમંત્રણ આપતા ચીનના પેટમાં તેલ રેડાયું, જાણો આખો મામલો

BRICS Summit 2025: PM મોદીને બ્રાઝિલે ખાસ ડિનરનું આમંત્રણ આપતા ચીનના પેટમાં તેલ રેડાયું, જાણો આખો મામલો

BRICS Summit 2025: બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આગામી મહિને બ્રિક્સ શિખર સંમેલન યોજાવાનું છે, જેમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Chinese President Xi Jinping) ન જવાના હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જો આવું થશે તો જિનપિંગ 12 વર્ષ પહેલા રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ પહેલીવાર સંમેલનમાં ગેરહાજર રહેશે. હોંગકોંગ સ્થિત ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, જિનપિંગ બ્રાઝિલમાં યોજાનાલ બ્રિક્સ સંમેલનમાં ભાગ નહીં લે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોદીના સન્માનથી ચીન નારાજ !
બ્રિક્સ શિખર સંમેલન 6 અને 7 જુલાઈએ યોજાવાનું છે, જેમાં જિંનપિંગના બદલે ચીની વડાપ્રધાન લી કિયાંગ હાજર રહેશે. રિપોર્ટ મુજબ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) માટે સ્ટેટ ડિનરનું આયોજન થઈ રહ્યું છે. અટકળો મુજબ, બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઈનાસિયો લૂલા દા સિલ્વા (Brazilian President Luiz Inacio Lula da Silva)એ સંમેલન બાદ પીએમ મોદી માટે સ્ટેટ ડિનર આયોજન કર્યું હોવાથી ચીન નારાજ થયું છે, જેના કારણે તેઓને બ્રિક્સ સમિટનું શેડ્યૂલ ન પસંદ હોવાનું બહાનું કાઢ્યું છે અને તેઓએ સંમેલનથી દૂર રહેવાનો પ્લાન બનાવ્યો છે.

મોદી-જિનપિંગ વચ્ચે અગાઉ રશિયામાં થઈ હતી મુલાકાત
બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ કોરિયા સામેલ છે. આ ગૃપમાં પાંચ વધારાના સભ્ય દેશ ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને પણ સામેલ કરાયા છે. ગત વર્ષે રશિયાના કજાનમાં યોજાયેલું બ્રિક્સ સંમેલન ભારત-ચીન માટે મહત્ત્વનું બની ગયું હતું, કારણ કે તેમાં મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતથી પૂર્વ લદ્દાખના વિવાદમાંથી ભારત-ચીન (India-China Relations) બહાર આવ્યા અને દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા તરફ ફરી આગળ વધ્યા છે.

ચીની વિદેશ મંત્રાલય જવાબ આપવાનું ટાળ્યું
જિનપિંગ બ્રિક્સ સંમલેનમાં સામેલ ન થવાના હોવાની વાત બ્રાઝિલથી આવી છે. ત્યાંના અધિકારીઓએ મીડિયાને કહ્યું છે કે, ‘બીજિંગે બ્રાઝિલ સરકારને સૂચના આપી છે કે, જિનપિંગ અને સંમેલનનો શેડ્યૂલ મેળ ખાતો નથી. બીજીતરફ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સંમેલનમાં જિનપિંગની ગેરહાજરી મામલે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, સંમેલનમાં ચીનની હાજરી મામલે યોગ્ય સમયે જાણકારી અપાશે. ચીન બ્રિક્સમાં બ્રાઝિલની અધ્યક્ષતાનું સમર્થન કરે છે.

ચીનના રાષ્ટ્રપતિએ રિયોમાં યોજાનારી બ્રિક્સ સમિટથી દૂર રહેવાનો નિર્ણય કેમ લીધો તે સ્પષ્ટ નથી, પરંતુ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જિનપિંગના મુખ્ય કાર્યક્રમ અબજો ડોલરની બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (BRI) ને સમર્થન ન આપવાના નિર્ણય પર બિજિંગ ચિંતિત છે. ભારત પછી બ્રાઝિલ બીજો બ્રિક્સ દેશ છે, જેણે બીઆરઆમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. 

Related News

Icon