
Narmada News: દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના દાભવણ ગામે પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હાજરી આપી હતી. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતમાં અસુવિધા બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર પ્રવેશોત્સવ કરાવી રહી છે પરંતુ ગુજરાતની હજારો શાળાઓ માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે.
વધુમાં તેમણે જણાલ્યું કે, ગુજરાતમાં 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી. નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે, 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ક્લાસરૂમ નથી. વિશ્વગુરુ બનવાની વાત કરનાર ગુજરાતના બાળકો ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે. સરકાર તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરાવે અને નવા ઓરડાઓ બનાવે તેવી માંગ છે.