
Narmada Dam News: ગુજરાતભરમાં ઠેર છેર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાંથી 54032 ક્યુસેક પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશમાં ડેમના વીજ મથકો ચાલતા અને વરસાદ પડતા આવક વધી છે.
મળતી માહિતી પ્રમાણે, નર્મદા ડેમની સપાટી 118.08 મીટર પર પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણી આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. વીજ મથકો સતત ચાલુ રહેતા કરોડોનું બીજ ઉત્પાદન થયું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.