છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ ખોખરા (લા) છે. 600 જેટલા લોકોની વસ્તી છે. પ્રાથમિક શાળા કોતરના સામે કિનારે આવેલી છે. જયારે પ્રથમ વરસાદે આ વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જી છે. કોતરમાં પાણી આવતા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલું નાનું નાળું ધોવાઈ ગયું છે. આખું કોતર પડી જતા 600 જેટલા લોકોને ગામમાંથી વાહન લઈને આવવું હોય તો નીકળી શકાય તેમ નથી. જયારે સામે કિનારે પ્રાથમિક શાળા આવેલી છે.
ગામલોકોનો સુત્રોચ્ચાર
બાળકો અભ્યાસ માટે જતા હતા. પરંતુ, કોતરના પસાર કરી શકતા બાળકો શાળાએ પણ જતા નથી. ગામ સુધી પહોંચવા માટે એક કિલોમીટરનો કાચો રસ્તો છે. વર્ષોથી પાકા રસ્તાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે. દર વખતે ચૂંટણીમાં નેતાઓ મત લેવા માટે આવે છે. ત્યારે રસ્તો બનાવી આપીશું તેવી ખાતરી આપીને જતા રહે છે. પરંતુ આઝાદી આ આટલા વર્ષો પછી ગ્રામજનોને પાકા રસ્તાની સુવિધા ન મળતા હાલ ગ્રામજનો રસ્તાની માંગ સાથે તંત્રને જગાડવા માટે ગામના કોતર ઉપર ભેગા થઈને સુત્રોચ્ચાર કર્યા હતા.
દર્દીઓને જોળીમાં લઈ જવા પડે છે
નસવાડી તાલુકામાં અનેક ગામોમાં રસ્તાની સુવિધા ના હોવાથી ચોમાસાના સમયે લોકો ચાર મહિના હેરાન પરેશાન થઇ જાય છે કોઈ બીમાર પડે તો જોલીમાં નાખીને દવાખાને લઇ જવું પડે છે. સરકાર વિકાસ ની વાતો કરે છે પરંતુ ગામડાઓમાં રસ્તા વિના લોકોની દયનિય હાલત છે નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને સરકાર ટ્રાઇબલ વિભાગ માં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે તંત્ર ના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને જરૂર હોય ત્યાં ગ્રાન્ટો ફાળવવામાં આવતી નથી તેનો વરવો નમૂનો છે.