ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં જગતજનની જગદંબાનું આ શક્તિપીઠ અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખ ધરાવે છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતુમાં જગદંબાના મંદિરમાં માતાજી ના દર્શનાર્થે દૂર દૂર થી માઇભકતો દર રોજ હજારોની સંખ્યામાં આવે છે.

