Home / Gujarat / Navsari : Major action under district police

Navsari પોલીસની 'ઓપરેશન સાયબર સ્ટોર્મ' હેઠળ મોટી કાર્યવાહી, 3 રાજ્યમાંથી 35 સાયબર ઠગોની ધરપકડ

Navsari પોલીસની 'ઓપરેશન સાયબર સ્ટોર્મ' હેઠળ મોટી કાર્યવાહી, 3 રાજ્યમાંથી 35 સાયબર ઠગોની ધરપકડ

Navsari News: નવસારી જિલ્લા પોલીસે 'ઓપરેશન સાયબર સ્ટોર્મ' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 જિલ્લાઓમાંથી 35 સાયબર ઠગોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ કુલ 3.01 કરોડની ઠગાઈ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નવસારી જિલ્લામાં નોંધાયેલા 10 નાણાકીય છેતરપિંડીના કેસોમાં આ આરોપીઓ સંડોવાયેલા હતા. પોલીસે આ કાર્યવાહી સુરત, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, જયપુર અને મુંબઈમાં કરી હતી. આ ઓપરેશન માટે 9 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ સાથે LCB, SOG અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સમાવેશ કરાયો હતો.

પોલીસે પ્રથમ તબક્કામાં તમામ ગુનાઓનું વિશ્લેષણ કર્યું હતું

તપાસમાં ચાર મુખ્ય પ્રકારની સાયબર ઠગાઈ સામે આવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં આરોપીઓ મોબાઈલ પર આકર્ષક રોકાણની લિંક્સ મોકલતા હતા. ફેસબુક આઈડી ફ્રોડમાં પીડિતના મિત્રોને નકલી આઈડીથી પૈસાની માંગણી કરતા હતા. તેમજ આ શખ્સો દ્વારા શેર માર્કેટ અને ઓનલાઈન ટ્રેડિંગના નામે પણ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

Related News

Icon