જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તંગદિલીનો માહોલ છે. ભારત હુમલાનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને PML-Nના અધ્યક્ષ નવાઝ શરીફે ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ આપી છે. તેમજ શાંતિપૂર્ણ ઉકેલો લાવવા અપીલ કરી છે.

