BJP AIADMK Alliance: તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધનની જાહેરાત થતાં જ દક્ષિણ ભારતના રાજકારણમાં હડકંપ મચ્યો છે. દક્ષિણ ભારતમાં થયેલા આ ગઠબંધનની અસર છેક દિલ્હી સુધી સ્પષ્ટપણે જોવા મળશે. AIADMK એ ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ રાજ્યસભામાં(Rajya Sabha) શાસક પક્ષે નામાંકિત સભ્યોના સમર્થન વિના જ પૂર્ણ-શક્તિવાળા ગૃહમાં બહુમતી સુનિશ્ચિત કરી છે. જો કે, શાસક પક્ષ પાસે ગઠબંધન પહેલાંથી જ બહુમત છે.

