દેશભરમાં MBBS માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા દેશભરમાં આવતી કાલે 4 મેના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ગુજરાતમાંથી અંદાજિત 80 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે. જ્યારે દેશભરમાંથી 23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. ગત વખતે NEETની પરીક્ષામાં ગેરરીતિનું ગોધરા કનેક્શન નીકળ્યું હતું. આ વખતે સરકારે સખ્તાઈ અપનાવી પરંતુ પનો ટુંકો પડ્યો હોય તેવું લાગે છે. કારણ કે, એજન્ટો દ્વારા 75 લાખથી 1 કરોડમાં NEETમાં 650+ માર્ક્સ અપાવી દેવાનો પેતરો રચ્યાની વિગતોનો ઓડિયો લીક થતાં સમગ્ર ઘટના ચર્ચામાં આવી છે.

