Home / World : Nepal Protest: Violent demonstration in support of monarchy in Nepal, former Home Minister dragged away

Nepal Protest : નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં ઉગ્ર પ્રદર્શન, પૂર્વ ગૃહમંત્રીને ઢસડીને લઈ જવાયા

Nepal Protest : નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં ઉગ્ર પ્રદર્શન, પૂર્વ ગૃહમંત્રીને ઢસડીને લઈ જવાયા

Nepal Protest : ભારતના પાડોશી દેશમાં રાજકીય ઘર્ષણ ચાલી રહ્યું છે. નેપાળમાં રાજાશાહી બહાલ કરવા અને દેશને હિંદુ રાજ્ય જાહેર કરવાની માંગને લઈ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી અને આરપીપી નેપાળ સહિત રાજાશાહીના સમર્થકોના ચોથા દિવસે રવિવારે આંદોલન યથાવત્ રહ્યું છે. આ દરમ્યાન પોલીસે પૂર્વ ગૃહમંત્રી કમલ થાપાને જમીન પર ઢસડીને લઈ ગઈ હતી અને તેઓની સાથે અડધો ડઝન લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

નેપાળના પૂર્વ ગૃહમંત્રીને ઢસડીને લઈ જતો વીડિયો વાયરલ
પૂર્વ ગૃહમંત્રી કમલા થાપાને ઢસડીને રસ્તામાં લઈ જતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કમલ થાપાના હાથને પકડી પોલીસ ઢસડતી નજરે પડી રહી છે. પોલીસ તેઓને ઢસડીને વાનમાં નાંખી દીધા હતા. આ દરમ્યાન કમલ થાપાએ નેપાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

 

રાજધાની કાઠમાંડુમાં 29મેથી રાજાશાહીના ટેકામાં વિરોધ પ્રદર્શન યથાવત્
નેપાળની રાજધાની કાઠમાંડુમાં ગત 29મેથી રાજાશાહીના સમર્થક જૂથોનું આંદોલન ચાલી રહ્યું છે. આ પ્રદર્શન આરપીપીના અધ્યક્ષ રાજેન્દ્ર લિંગડેનની આગેવાનીમાં ચાલી રહ્યું છે.  પ્રદર્શનકારીઓના હાથોમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના ફોટા અને તેઓને વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

વર્ષ-2008માં રાજાશાહીની પ્રથા સમાપ્ત થઈ
ઉલ્લેખનીય છે કે, નેપાળની રાજકીય પાર્ટીઓએ વર્ષ-2008માં સંસદીય જાહેરાતથી 240 વર્ષ જૂની રાજાશાહીને સમાપ્ત કરી દીધી હતી અને પૂર્વ હિંદુ રાજ્યને ધર્મનિરપેક્ષ, સંઘીય, લોકતાંત્રિક ગણરાજ્યમાં તબદિલ કરી દીધું હતું. જો કે, તાજેતરના મહિનાઓમાં નેપાળની રાજધાની કાઠામાંડુ અને દેશા બીજા ભાગોમાં રાજાશાહીના ટેકામાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

Related News

Icon