Home / Auto-Tech : WhatsApp will soon introduce new feature

Teach News: WhatsApp લાવી રહ્યું છે એક નવું ફીચર, ફોનની સ્ટોરેજ બચશે અને ડેટાનો વપરાશ પણ થશે ઓછો

Teach News: WhatsApp લાવી રહ્યું છે એક નવું ફીચર, ફોનની સ્ટોરેજ બચશે અને ડેટાનો વપરાશ પણ થશે ઓછો

WhatsApp દ્વારા હાલમાં નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે મોબાઈલની સ્ટોરેજ અને ઈન્ટરનેટ ડેટા પર કંટ્રોલ કરી શકશે. આજે કોઈપણ યુઝર્સ માટે સ્ટોરેજ મોટો પ્રશ્ન છે. તેમ જ ડેટા રોજના 1 અથવા 2 GB મળતા હોવા છતાં યુઝર્સને એ ઓછા પડી રહ્યા છે. આજે WhatsApp પર એટલા ફોર્વર્ડ મેસેજ આવે છે કે એ પાછળ પણ ઘણો ડેટાનો ઉપયોગ થાય છે. આથી WhatsApp દ્વારા તેના બીટા વર્ઝનમાં એક નવું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર હાલમાં એન્ડ્રોઈડના બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મીડિયા ડાઉનલોડ માટે ક્વોલિટીની પસંદગી

WhatsApp દ્વારા જે ફીચર કાઢવામાં આવ્યું છે તેના દ્વારા યુઝર્સ ફોટો અને વીડિયોની ક્વોલિટી પસંદ કરી શકશે. કઈ ક્વોલિટીમાં મીડિયા ડાઉનલોડ કરવી તેની પસંદગી હોવાને કારણે યુઝર્સ હવે સ્ટોરેજ અને ઈન્ટરનેટ ડેટા બંનેને બચાવી શકશે. કોઈપણ વીડિયો અથવા ફોટોને ડાઉનલોડ કરવા માટે યુઝર્સ પાસે સ્ટાન્ડર્ડ અને હાઈ ડેફિનેશન (HD) બે વિકલ્પ હશે.

  • સ્ટાન્ડર્ડ કરવાથી મીડિયા સામાન્ય ક્વોલિટીમાં ડાઉનલોડ થશે. જેના કારણે સ્ટોરેજ ઓછી રોકાશે અને ડેટાનો ઉપયોગ પણ ઓછો થશે.
  • બીજી તરફ હાઈ ડેફિનેશન પસંદ કરવાથી તેમાં સ્ટોરેજ પણ વધુ રોકાશે અને ડેટાનો પણ વધુ ઉપયોગ થશે.

જોકે એ મીડિયાની ક્વોલિટી ઉત્તમ હશે. યુઝરની પસંદગી અનુસાર મીડિયાને ઓટોમેટિક ડાઉનલોડ કરવાની સુવિધા પણ છે. આ સાથે જ યુઝર્સને જ્યારે પણ હાઈ ડેફિનેશનમાં તેની જરૂર હોય ત્યારે તે મળી શકશે.

બે વર્ઝન થશે અપલોડ

યુઝર્સ જ્યારે પણ હાઈ ક્વોલિટી મીડિયા એટલે કે ફોટો અથવા વીડિયો સેન્ડ કરશે ત્યારે તેનું એક સ્ટાન્ડર્ડ વર્ઝન પણ અપલોડ થશે. આ બંને પ્રોસેસ સાથે થશે. સ્ટાન્ડર્ડ ફાઈલ હશે તો એક જ પ્રોસેસ થશે, પરંતુ મીડિયા મોકલનાર વ્યક્તિ જ્યારે હાઈ ડેફિનેશનમાં મોકલે ત્યારે તેના બે વર્ઝન અપલોડ થશે. WhatsAppના મેસેજ એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ હોવાથી WhatsApp દ્વારા એક વાર સેન્ડ થઈ ગયા પછી એને કોમ્પ્રેસ નથી કરી શકાતા. આથી WhatsAppમાં હવે જ્યારે હાઈ ક્વોલિટીમાં મીડિયા સેન્ડ કરવામાં આવે ત્યારે તેના બે વર્ઝનને અપલોડ કરશે જેથી કરીને સામે વાળી વ્યક્તિ તેની પસંદગી અનુસાર તેને ડાઉનલોડ કરી શકે.

મીડિયા ડાઉનલોડ માટે યુઝર્સનો કંટ્રોલ

યુઝર્સને એક સાથે ઘણી મીડિયા ફાઈલ પણ આવતી હોય છે. આથી કઈ ફાઈલ ડાઉનલોડ કરવી અને કઈ નહીં એ પણ સવાલ છે. આ સાથે જ કઈ ફાઈલ હાઈ ડેફિનેશનમાં જોઈએ છે અને કઈ સ્ટાન્ડર્ડમાં તે પણ યુઝર્સની પસંદગી રહે છે. આથી WhatsApp દ્વારા તમામ કંટ્રોલ યુઝર્સને આપવામાં આવ્યા છે. આ ફીચર ઓટોમેટિક મીડિયા ડાઉનલોડ ઓન હોય તેમના માટે કામનું છે. પોતાની રીતે ડાઉનલોડ કરનાર યુઝર્સ હંમેશાં તેની પસંદગી કરી શકશે. આથી ઓટોમેટિક ડાઉનલોડ હોય એવા યુઝર્સ માટે દરેક મીડિયા સ્ટાન્ડર્ડમાં પસંદ કરી શકે છે અને જરૂર હોય ત્યારે જે-તે મીડિયાને હાઈ ડેફિનેશનમાં કરી શકશે.

Related News

Icon