સુગર કંટ્રોલ ઓર્ડરમાં સુધારો કરાશે
સરકારે ગોળ, ખાંડસરી એકમો અને બેકાબૂ ખાંડ મિલોને લગામ લગાવવા માટે સુગર કંટ્રોલ ઓર્ડર, ૧૯૬૬માં સુધારાને સૂચિત કરવાનો નિર્ણય લીધો છે. આમાં સુધારો કરીને, કેન્દ્ર સરકાર ૫૦૦ ટન પિલાણ પ્રતિ દિવસ ધરાવતા ૬૬ મોટા ગોળ અને શેરડીના એકમોને સુગર કંટ્રોલ ઓર્ડરના કાર્યક્ષેત્ર હેઠળ લાવશે. આમાંના મોટાભાગના એકમો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છે.

