સુપ્રીમ કોર્ટ અને સીજેઆઈ સંજીવ ખન્ના પર વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં આવેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને તેને આગામી અઠવાડિયા માટે સૂચિબદ્ધ કરી છે. વકીલોએ નિશિકાંત દુબે સામે અવમાનનાનો કેસ દાખલ કરવા માટે એટર્ની જનરલ પાસેથી સંમતિ માંગી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં નિશિકાંત દુબેના નિવેદનોને વખોડતા વકીલે કહ્યું કે, સરકાર આ મામલે કંઈ કરી રહી નથી, જ્યારે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને પણ પત્રો લખવામાં આવ્યા છે. આ મુદ્દે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કેસને આગામી અઠવાડિયા માટે લિસ્ટેડ કરી દીધો છે.

