Home / World : Russia to build eight nuclear power plants in Iran

પરમાણુ પ્લાન્ટ માટે ઈરાન રશિયાએ મિલાવ્યા હાથ, અમેરિકાનું વધ્યું ટેન્શન

પરમાણુ પ્લાન્ટ માટે ઈરાન રશિયાએ મિલાવ્યા હાથ, અમેરિકાનું વધ્યું ટેન્શન

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રયાસ કર્યા પરંતુ હવે અમેરિકાના માથાનો દુઃખાવો વધારનારા બીજા એક સમાચાર તેના કટ્ટર દુશ્મન ઈરાન તરફથી આવી રહ્યા છે. ઈરાનના પરમાણુ ચીફએ જાહેરાત કરી છે કે રશિયા બંને દેશો વચ્ચે પહેલાથી જ થયેલા કરાર હેઠળ ઈરાનમાં આઠ પરમાણુ પાવર પ્લાન્ટ બનાવશે. જેના કારણે ફરી રશિયા અને અમેરિકાના સંબંધો બગડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સમાચાર એજન્સી 'ઝિન્હુઆ' અનુસાર, સોમવારે, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના સભ્યોએ તેહરાનમાં AEOI મુખ્યાલયની મુલાકાત લીધી. અહીં, ઈરાનના પરમાણુ ઊર્જા સંગઠન (AEOI) ના પ્રમુખ મોહમ્મદ ઇસ્લામીએ આ વિશે માહિતી આપી.
 
ઈરાનમાં રશિયાના 8 ન્યુક્લિયર પ્લાન્ટ

આ અંગે મોહમ્મદ ઇસ્લામીએ જણાવ્યું કે, 'કુલ 8 પરમાણુ રિએક્ટરમાંથી ચાર દક્ષિણ પ્રાંત બુશેહરમાં બનાવવામાં આવશે.' મોહમ્મદ ઇસ્લામીએ સાંસદોને હાલના બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટમાં યુનિટ-2 અને યુનિટ-3 ના ચાલી રહેલા બાંધકામ વિશે માહિતી આપી હતી. 

આ યુનિટ ઈરાની કંપનીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. પત્રકારો સાથે વાત કરતા, ઇસ્લામીએ જણાવ્યું હતું કે, 'AEOI દેશની વ્યાપક ઉર્જા વિકાસ વ્યૂહરચનાના ભાગ રૂપે ઈરાનની પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરવાની યોજના ધરાવે છે.'
 
બુશેહર પ્લાન્ટનું નિર્માણ મે -2011માં રશિયા દ્વારા કરવામાં વાયુ હતું. જે ઈરાનની પ્રથમ અને એકમાત્ર કાર્યરત પરમાણુ ઉર્જા સુવિધા છે. તે દેશના નાગરિક પરમાણુ ઉર્જા કાર્યક્રમનું કેન્દ્ર રહ્યું છે. તેમજ લાંબા સમયથી રશિયાની રાજ્ય પરમાણુ એજન્સી રોસાટોમનું ભાગીદાર પણ રહ્યું છે. 
 
એપ્રિલમાં, ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસેન પંકનેજાદે કહ્યું હતું કે રશિયા ઈરાનને નવો પરમાણુ પ્લાન્ટ બનાવવા માટે પૈસા આપશે. પંકનેજાદે કહ્યું હતું કે, બંને દેશો મોસ્કોની ક્રેડિટ લાઇનનો ઉપયોગ કરીને નવી પરમાણુ ઉર્જા સુવિધાઓના નિર્માણ સાથે બુશેહર પાવર પ્લાન્ટના બીજા અને ત્રીજા તબક્કાનું કામ પૂર્ણ કરશે.

Related News

Icon