રાજકોટમાં નર્સની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઋષિકેશ સોસાયટીમાં રહેતી 52 વર્ષીય ચૌલાબેન પટેલની તેના પાડોશમાં રહેતા કાનજી વાંજા નામના શખસે છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક મહિલા મૂળ અમદાવાદના વતની છે અને હાલ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.

