પાકિસ્તાનમાં ભારતના ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વનું ધ્યાન હાલમાં દક્ષિણ એશિયા પર કેન્દ્રિત છે. હુમલા પછી, ભારતે UNSC ના 15 સભ્ય દેશોને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા અને તેમને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. આ દરમિયાન, મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી ભારતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિદેશમંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. તે પછી તેઓ રાત્રે 8 વાગ્યે તેહરાન જવા રવાના થશે.તમને જણાવી દઈએ કે આ પહેલા અરાગચી સોમવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હતા. તેમની મુલાકાત અંગે અટકળો લગાવવામાં આવી રહી છે કે શું તેમની ભારત મુલાકાત શાંતિ સ્થાપિત કરવામાં મદદરૂપ થશે?

