પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મોત
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે પાંચ લોકોના રેસ્ક્યૂ કરાયા હતા. શરૂઆતમાં ત્રણ મૃતદેહો બાદ વધુ પાંચ મૃતદેહો મળતાં મૃતકાંક 8 થઈ ગયો છે. 9 મૃતદેહનો નિકળ્યા છે. 6 લોકો ઈજાગ્રસ્ત છે. 2 લોકોને રિફર કર્યા છે. 2 ટ્રક, 1 પીકઅપવાન, ઈકો કાર અને એક રીક્ષા પડી છે. બાઈકવાળા સવાર ત્રણ તુરંત જ બહાર કાઢ્યા છે.
આ બ્રિજ મહિસાગર નદી પર આવેલો છે. તેનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરાયો