Home / India : Congress gives instructions to party leaders on Pahalgam attack issue

'પાર્ટી લાઈનથી વિરુદ્ધ નિવેદનોથી દૂર રહો', Pahalgam હુમલા મુદ્દે કોંગ્રેસે નેતાઓને આપ્યો નિર્દેશ

'પાર્ટી લાઈનથી વિરુદ્ધ નિવેદનોથી દૂર રહો', Pahalgam હુમલા મુદ્દે કોંગ્રેસે નેતાઓને આપ્યો નિર્દેશ

Pahalgam માં થયેલા આતંકવાદી હુમલા બાદ શાસક અને વિપક્ષ મજબૂતીથી એકસાથે ઉભા છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો આ મુદ્દે સરકાર સાથે ઉભા છે. રાહુલ ગાંધી પોતાનો વિદેશ પ્રવાસ અધૂરો છોડીને ભારત પાછા ફર્યા અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા મોદી સરકારને સંપૂર્ણ બિનશરતી ટેકો આપવાનું વચન આપ્યું. આ પછી રાહુલ બીજા દિવસે સવારે કાશ્મીર પહોંચ્યા અને હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ફ્રન્ટફૂટ પર રમી રહ્યા છે, પરંતુ કેટલાક કોંગ્રેસના નેતાઓ તેમના બધા પ્રયાસોને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ફ્રન્ટફૂટ પર રમી રહ્યા

જમ્મુ-કાશ્મીર હુમલા બાદ દરેક વ્યક્તિ ગુસ્સે છે અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે, પરંતુ બીજી તરફ કેટલાક કોંગ્રેસના નેતાઓના નિવેદનો મુશ્કેલી પેદા કરી રહ્યા છે. જે રીતે પુલવામા અને ઉરી પછી કોંગ્રેસના નેતાઓએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, તેવી જ રીતે Pahalgam હુમલા પછી રોબર્ટ વાડ્રાથી લઈને મણિશંકર ઐયર અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સુધીના લોકોએ આવા નિવેદનો આપ્યા છે, જેનાથી કોંગ્રેસને ઘેરવાની ભાજપને તક મળી છે. પહેલગામ મુદ્દે કોંગ્રેસે પોતાના નેતાઓને બફાટ ન કરવા માટે નિર્દેશ આપ્યો છે. 

કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધી જે કંઈ કહે છે તે જ પાર્ટીનો અભિપ્રાય

પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલા પર આપવામાં આવેલા નિવેદનોથી પરેશાન કોંગ્રેસે તેના નેતાઓને પાર્ટી લાઇનથી વિરુદ્ધ નિવેદનો ન આપવા સૂચના આપી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, "આ ક્રૂર આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે કોઈ શંકા નથી. કોંગ્રેસ પાર્ટીએ ઠરાવમાં પોતાના વિચારો સ્પષ્ટ કર્યા છે કે, આ સંવેદનશીલ સમયમાં આપણે એક થવાની જરૂર છે. કોંગ્રેસના નેતાઓ જે પણ નિવેદનો આપે છે તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે. કોંગ્રેસ પાર્ટી આવા નિવેદનો સાથે સહમત નથી. કોંગ્રેસ કાર્યકારી સમિતિએ ઠરાવમાં બધું સ્પષ્ટ કર્યું છે. કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધી જે કંઈ કહે છે તે પાર્ટીનો અભિપ્રાય છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકવાદી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, બિહાર, હરિયાણા સહિત અનેક રાજ્યોના નિર્દોષ પર્યટકોનો ધર્મ પૂછીને જીવ લેવાની ઘટના પર વિજય વડેટ્ટીવારે કહ્યું કે, આ વાત જ તદ્દન ખોટી છે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો કે, તેઓ દરેક પાસે જઈને તેનો ધર્મ પૂછે? વિજય વડેટ્ટીવારના આ નિવેદનની ચારેકોર ટીકા થઈ રહી છે. જ્યારે તેમના સમર્થકોએ તેમને સાથ આપ્યો છે.

વિજય વડેટ્ટીવારે પહલગામ હુમલામાં ધર્મ પૂછીને હત્યા કરવાની ઘટનાને ખોટી ઠેરવતાં નિવેદન આપ્યું હતું કે, શું આતંકવાદીઓ પાસે એટલો સમય હતો, કે, તેઓ દરેકના કાનમાં જઈને તેના ધર્મ વિશે પૂછે? ઘણા સાક્ષીઓએ કહ્યું કે, આવું કંઈ બન્યુ નથી. આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. આ મામલે જવાબદાર લોકોની તાત્કાલિક ધોરણે ધરપકડ થાય. દેશવાસીઓની આ જ લાગણી છે. આ ઘટનાને કોઈ ધર્મનો રંગ આપવો ખોટું છે.

સરકારે સુરક્ષામાં ચૂકની જવાબદારી લેવી જોઈએ

વિજયે કહ્યું કે, પહેલગામની જવાબદારી તો સરકારે જ લેવી જોઈએ. ત્યાં સુરક્ષા કેમ ન હતી. અંતે 200 કિમી સુધી આતંકવાદીઓ આવ્યા કેવી રીતે? શું તમારી ઈન્ટેલિજન્સ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે? પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તમે આ વાત પર ફોકસ કરી રહ્યા છો કે, ધર્મ પૂછીને માર્યા. શું આતંકવાદીઓ પાસે એટલો બધો સમય હતો કે, તેઓ લોકો પાસે જાય અને કાનમાં પૂછે કે, તમારો ધર્મ કયો છે. આ મામલાને અન્ય રૂપ આપવા કરતાં આતંકવાદીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરો. 

ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાઃ રોબર્ટ વાડ્રાની સ્પષ્ટતા

કોંગ્રેસના લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ પહેલગામ હુમલા પર નિવેદન આપવા બદલ વિવાદમાં મૂકાયા હતા. તેમણે કહ્યું હતું કે, આ હુમલો એટલા માટે થયો, કારણકે મુસલમાનોમાં એવી લાગણીઓ જન્મી છે કે, તેમને નબળા પાડવામાં આવી રહ્યા છે. વાડ્રાની આ વાતનો ખૂબ વિવાદ થતાં અંતે સ્પષ્ટતા આપવી પડી કે, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું. હું એવું કહેવા માગતો હતો કે, પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. જો કડક સુરક્ષા બંદોબસ્ત હોત તો હિન્દુઓ ઉપર આ હુમલો થયો ન હોત.

કોંગ્રેસના નેતા અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, હુમલા પછી યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં PM મોદી હાજર રહેવા જોઈતા હતા. તેઓ ચૂંટણી પ્રચાર માટે બિહાર ગયા હતા. તો પ્રશ્ન એ છે કે, તેમના માટે શું મહત્વનું છે? તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાના પ્રશ્ન પર સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, યુદ્ધની કોઈ જરૂર નથી. અમે આના પક્ષમાં નથી. આપણે કડક પગલાં લેવા જોઈએ અને સુરક્ષા વધારવી જોઈએ.

કર્ણાટકના મંત્રી આરબી તિમ્માપુરે કહ્યું કે, તેમને નથી લાગતું કે હત્યારાઓએ તેમને ગોળી મારતા પહેલા તેમના ધર્મ વિશે પૂછ્યું હશે. શું ગોળી ચલાવનાર વ્યક્તિ જાતિ કે ધર્મ વિશે પૂછશે? તે ફક્ત ગોળી ચલાવશે અને ચાલ્યો જશે. વ્યવહારિક રીતે વિચારો. કોઈ સામે ઊભા રહીને પૂછીને ગોળીબાર કરે?

Related News

Icon