Home / India : Operation Shield: Mock drill to be held in states including Gujarat on May 31, exercise to create awareness among people

Operation Shield: 31મેના રોજ ગુજરાત સહિતના રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ, લોકોમાં જાગૃત્તિ લાવવાની કવાયત થશે

Operation Shield: 31મેના રોજ ગુજરાત સહિતના રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ, લોકોમાં જાગૃત્તિ લાવવાની કવાયત થશે

Mock Drill: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ફરી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

31 મે 2025ના રોજ યોજાશે 'ઓપરેશન શિલ્ડ'
મોક ડ્રીલભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી તારીખ 31 મે 2025ના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન થશે. પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં 'ઓપરેશન શિલ્ડ' મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે.

આ અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 29 મે 2025ના રોજ મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ આ એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ આજે નવી તારીખની જાહેરાત કરી દેવાઈ છે.

Related News

Icon