
Pakistan news: દેશના સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ ગત કેટલાક સમયથી પાડોશી દેશ પાકિસ્તાનમાં ગોળી મારી હત્યા થઈ. આમાં પઠાનકોટ આતંકી હુમલાથી લઈ કાશ્મીર ખીણમાં ભય ફેલાવનાર ઘણા ટોચના આતંકવાદી કમાન્ડર સામેલ છે. આમ છતાં પાકિસ્તાનની શંકાની સોય ભારત તરફ તકાઈ રહી છે.
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સૌથી ટોપ પર રહેલા અને હાલ પાકિસ્તાનમાં શરણ લઈને છુપાઈને બેઠેલા એવા હાફિઝ સઈદના સહયોગી અને લશ્કર-ઐ-તૈયબાના આતંકવાદી અબુ કતાલ પાકિસ્તાનમાં 15 માર્ચ 2025ના રોજ ઠાર મરાયો હતો. અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા નિપજાવી હતી. હિઝબુલ મુજાહિદીનના ટોપ કમાન્ડર બશીર અહમદ પીર જેને ઈમ્તિયાઝ આલમના નામથી પણ ઓળખવામાં આવતો હતો. તેની 20 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીમાં હત્યા કરી દેવામાં આવી હતી.
કાશ્મીરના આતંકવાદી ઘટનાઓ પાછળ આ આતંકવાદી પીરને જવાબદાર મનાતો હતો. તે 15 વર્ષથી પાકિસ્તાનમાં રહેતો હતો. ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના નેતા પરમજીત પંજવરને 6 મે 2023ના રોજ લાહોરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદ લતીફને પાકિસ્તાનના સિયાલકોટમાં 11 ઑકટોબર 2023ના રોજ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. લતીફ વર્ષ-2016માં થયેલા પઠાનકોટ આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર હતો
પાકિસ્તાનની શંકાની સોય ભારત તરફ
જમ્મુમાં રહેતા અબુ કાસિમ કાશ્મીરીની 8 સપ્ટેમ્બર 2023ના રોજ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. જમ્મુના રાજૌરીમાં થયેલા હુમલાના મુખ્ય આરોપી અબુ કાસિમ હતો. લશ્કર-ઐ-તૈયબાના ટોચના આતંકવાદી રિયાઝ અહમદને 8 સપ્ટેમ્બર 2023ના રોજ પાકિસ્તાને પચાવી પાડેલા પીઓકેમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. ખાલિસ્તાની આતંકવાદી હરમીતસિંહની 27 જાન્યુઆરી 2020માં પાકિસ્તાનના લાહોરમાં ગોળી ધરબીને હત્યા કરી દેવામાં આવી હતી.