
Lashkar-e-Taiba Leader Saifullah was Shot Dead: આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનમાં એક બાદ એક આતંકવાદીઓની હત્યા કરાઈ રહી છે. હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે, લશ્કર-એ-તૈયબાના વધુ એક ટોચના કમાન્ડરને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા મારી નાખવામાં આવ્યો છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના મતલી ફલકારા ચોક વિસ્તારમાં લશ્કર-એ-તૈયબા અને જમાતના નેતા રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં અજાણ્યા હુમલાખોરોએ લશ્કર કમાન્ડરને ધોળા દિવસે ગોળીઓથી મરાવી દીધો હતો.
રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહ ભારતમાં થયેલા ઘણા હાઇ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, સૈફુલ્લાહ છેલ્લા ઘણા વર્ષોથી નેપાળમાં નકલી નામથી લશ્કરના ઓપરેશન ચલાવી રહ્યો હતો. તેમણે નેપાળમાં નગ્મા બાનુ નામની મહિલા સાથે વિનોદ કુમાર નામથી લગ્ન પણ કર્યા.
સૈફુલ્લાહ વર્ષ-2006માં નાગપુરમાં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તે રામપુરમાં CRPF કેમ્પ પરના હુમલા અને 2005માં બેંગલુરુમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ પરના હુમલાનો કાવતરું ઘડનાર પણ હોવાનું કહેવાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફુલ્લાહ લશ્કરના ઓપરેશનલ કમાન્ડર આઝમ
ચીમાનો સહયોગી હતો.