Home / Gujarat / Banaskantha : Constable caught red-handed taking bribe

Banaskantha News: પાલનપુરમાં મકાન પર બુલડોઝર નહીં ફેરવવા 25 હજારની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો

Banaskantha News: પાલનપુરમાં મકાન પર બુલડોઝર નહીં ફેરવવા 25 હજારની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગે હાથ ઝડપાયો

Banaskantha News: ગુજરાતમાંથી ઠેર ઠેર સરકારી હોદ્દાનો દુરુપયોગ કરતા અધિકારીઓ ઝડપાય છે. એવામાં બનાસકાંઠામાં પોલીસ દ્વારા બુલડોઝરના નામે તોડપાણી કર્યું હોવાનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલને 25 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. મકાન પર બુલડોઝર નહિ ફેરવવાનો પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરવા લાંચ માંગી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, પાલનપુર તાલુકા પોલીસ મથકના એક કોન્સ્ટેબલે તોડપાણી કરવાના ઇરાદે એક અરજદારને તેનું મકાન નહિ તોડવાનો પોઝીટીવ રિપોર્ટ તૈયાર કરવા 25 હજારની લાંચ માંગી હતી. એસીબીની ટીમે છટકું ગોઠવીને તોડ બાજ પોલીસ કર્મીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યો છે. દાદાના બુલડોઝર અભિયાનમાં તોડ કરવા જતા એક કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાતા પોલીસ બેડામાં સોપો પડી જવા પામ્યો હતો. પકડાયેલ આરોપી અરવિંદભાઈ ભીખાભાઈ આલ જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુરમાં ફરજ બજાવે છે.

Related News

Icon