સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ પ્રકારે વરસી રહયા છે અને ગઈકાલે ધીમીધારે વરસાદથી રાત સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતા તેમજ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને નદી નાળા અને ચેકડેમ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા અને ધોરાજીમાં શફુરા નદી કાંઠે આવેલું પૌરાણિક મંદિર એટલે પંચનાથ મહાદેવ મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
ચોમાસું સિઝન માં પહેલી વખત શફુરા નદી બે કાંઠે વહેતી થઈ હતી સાથોસાથ પંચનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવની શિવલીંગનો પણ કુદરતી રીતે નદીમાં પાણીના નવા નીર આવતા અને નદી ઓવરફ્લોર થતા પંચનાથ મહાદેવ શિવલિંગ ઉપર જળાભિષેક થયો હતો
આ પંચનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે ચોમાસું જામતા અને ભારે વરસાદમાં વરસાદી પાણી ઘૂસી આવતા કુદરતી રીતે મહાદેવના શિવલિંગને જળાભિષેક થાય છે. ધોરાજીમાં આ સિઝનમાં પહેલીવાર પંચનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન મહાદેવની લિંગ ઉપર વરસાદી પાણીથી જળાભિષેક થતાં આનંદ પણ છવાયો છે.