
બનાસકાંઠા: વાવ-થરાદ જિલ્લાના જસરા ગામમાં 2 દિવસ પહેલા હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.વી પટેલના પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની અજાણ્યા શખસોએ હત્યા કરી હતી. દંપતી ઘરમાં સૂતું હતું તે દરમિયાન આ ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ઘટનાને લઈને FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પાડોશીએ દેવું થઈ જતા વૃદ્ધ દંપતીની કરી હત્યા
SMC પીઆઇ પટેલના માતા-પિતાની બનાસકાંઠાના જસરા ગામે ઘરમાં કરવામાં આવેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. વૃદ્ધ દંપતીની બાજુમાં રહેતા સુરેશભાઈ ગામલ પટેલ (પીપરી) તથ તેના પિતા શામળભાઈ રૂપાભાઇ પટેલ (ચૌધરી) ને પૈસાનું દેવું થઇ જતા તેઓએ વૃધ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના પર વોચ રાખી સુરેશભાઈ પટેલ અને શામળભાઈ પટેલે તેમના મામા ઉમાભાઈ ચેલાજી ચૌધરી અને દિલીપજી મકાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. પાડોશીએ દેવું થઈ જતા વૃદ્ધ દંપતી એકલા રહેતા હોવાનો લાભ લઈ હત્યા બાદ 2.50 લાખની લૂંટ કરી હતી. આરોપીએ પગમાં પહેરેલા કળા નિકળતા ન હોવાથી પગ પણ કાપી નાખ્યા હતા.
પકડાયેલ આરોપીઓ :
(૧) સુરેશભાઇ શામળાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(૨) શામળાભાઇ રૂપાભાઇ પટેલ (ચૌધરી) રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(૩) ઉમાભાઇ ચેલાજી પટેલ (ચૌધરી) રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાંઠા
(૪) દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાંઠા