અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને ટેરિફની(Teriff) ધમકી આપીને આર્થિક યુદ્ધ શરૂ કરી દીધું છે. બીજીબાજુ રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine war) અને મધ્યપૂર્વમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધના(Israel-Hamas war) પગલે વૈશ્વિક સ્તરે અશાંત પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ ન્યૂ મેક્સિકોમાં ચૂપચાપ નવા પરમાણુ બોમ્બ(Nuclear bomb) B61-13 ગ્રેવિટી બોમ્બનું ઉત્પાદન વધારી દીધું છે. આ Nuclear bomb બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનના હિરોશિમા(Hiroshima) પર ફેંકવામાં આવેલા લીટલ બોયની(Little Boy) સરખામણીમાં 24 ગણો વધુ શક્તિશાળી છે. એટલે કે આ Nuclear bomb એક જ ઝાટકે અનેક જાપાનને ખતમ કરી નાંખવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના આ પગલાંએ દુનિયાને ફરીથી શીતયુદ્ધની સ્થિતિમાં લાવી દીધી છે.

