
Blackout: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને PoKના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તા સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે શનિવારે (10 મે, 2025) ગોળીબારી અને સૈન્ય કાર્યવાહી રોકવા પર ભારતે સહમતિ દાખવી હતી, ત્યારે ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થયું હતું. જો કે, ફરીથી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે.
https://twitter.com/collectorkut/status/1921235116958855551
ગુજરાતના કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ઍલર્ટ જાહેર કરીને તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ ઘોષિત કરવામાં આવ્યું છે. તમામ નાગરિકોને એનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. આ સાથે લોકોને ઘરની બહાર ન નીકળવા અને સ્વયંભૂ બ્લેકઆઉટની અપીલ કરી છે.
https://twitter.com/CollectorPatan/status/1921239378619150831
પાટણ જિલ્લા કલેકટરે પણ સાંતલપુરના 71 ગામોને બ્લેકઆઉટ કરવા સૂચના આપી
રાજ્યના બે જિલ્લા કચ્છ અને પાટણ જિલ્લામાં ફરીથી કલેકટરોએ તકેદારીના ભાગરૂપે નાગરિકોને બ્લેકઆઉટ કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે.
પાટણ જિલ્લાના સીમાવર્તી સાંતલપુર તાલુકાના તમામ 71 ગામો માં તકેદારીના ભાગરૂપે આજે તાત્કાલિક અસર થી બ્લેકઆઉટ કરવા સૂચના આપવામાં આવે છે. તમામ નાગરિકોને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ છે.