તાંઝાનિયામાં ભયંકર રોડ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 38 લોકોના મોત અને 30થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના શનિવાર સાંજે કિલીમંજારો વિસ્તારના મોશી-ટાંગા હાઈવો પર સબસબા વિસ્તારમાં બની, જ્યારે બે બસ એકબીજા સાથે ટકરાઈ ગઈ અને જોતજોતામાં તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની ઓળખ અને રાષ્ટ્રીયતાની માહિતી હજુ સુધી સામે આવી નથી. જ્યારે ઈજાગ્રસ્તોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

