Home / Entertainment : Chitralok: It's unbelievable that 'Hera Pheri' has been going on for 25 years: Suniel Shetty

Chitralok: હેરાફેરી'ને 25 વર્ષ થઈ ગયાં છે તે માન્યામાં આવતું નથી: સુનીલ શેટ્ટી

Chitralok: હેરાફેરી'ને 25 વર્ષ થઈ ગયાં છે તે માન્યામાં આવતું નથી: સુનીલ શેટ્ટી

- 'હેરાફેરી-3'ના શૂટિંગ વખતે અક્ષયકુમાર, પરેશ રાવલ અને હું ઓમ પુરીને બહુ જ મિસ કરીએ છીએ. 'હેરાફેરી-૧'ની સફળતામાં તેમનું બહુ મોટું યોગદાન હતું...'

સુનીલ શેટ્ટીના જીવનમાં અનેરી આનંદની છોળો આવી છે. આ અભિનેતા અને તેની પત્ની માના શેટ્ટી આ પળોને માણી રહ્યા છે. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને તેના પતિ કે. એલ. રાહુલને ત્યાં દીકરી અવતરી છે. નાનકડી એવરાહનું આગમન થવાથી સુનીલ શેટ્ટી હવે નાના બની ગયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ અમૂલ્ય પળોને વાગોળતા સુનીલ શેટ્ટી કહે છે, 'નાના તરીકેની મેં નવી ભૂમિકા દિલથી સ્વીકારી છે. જ્યારે તે પહેલીવાર આ નાના આનંદના પ્રસંગે સામેલ થઈ ત્યારે અમે ખૂબ જ ખુશખુશાલ બન્યા. આ તો વિશ્વની શ્રેષ્ઠ લાગણી છે.'

'હું મારી દોહિત્રી સાથે તે બધું જ કરવા માગું છું જે મેં કદાચ આથિયા અને મારા પુત્ર અહાન સાથે ચૂકી ગયો છું કારણ કે હું સતત કામ કરતો હતો. હું ત્યારે હું ચોવીસે કલાક, આખું અઠવાડિયું કામ પર રહેતો હતો,' એમ સુનીલ શેટ્ટી કહે છે ત્યારે તેની આંખોમાં સંતોષના ઝળઝળિયા આવી જાય છે.

સુનીલ શેટ્ટી કહે છે, 'આ આનંદની લાગણી છે, આનાથી સારી કે મોટી લાગણી બીજી કોઈ હોઈ જ ન શકે.' તેઓ હંમેશા કહે છે, 'મૂડીની સરખામણીમાં વ્યાજનો રોમાન્ય હોય છે. મારા જીવનમાં સૌથી મોટો ઉત્સાહ મારી દોહિત્રી છે.'

આ તો થઈ સુનીલ શેટ્ટીની પારિવાહિક જીવનની વાત, પણ વ્યાવસાયિક ક્ષેત્રે પણ તેનું પ્રદાન સારું એવું છે. તેની ત્રણ દાયકાથી વધુ લાંબી ફિલ્મી કારકિર્દીમાં ૧૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સુનીલે 'બલવાન' ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી અને તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ 'નાદાનિયાં'માં પણ જોવા મળ્યો. આ સાથે જ સુનીલ ઉમેરે છે, 'મારું જીવન ખૂબ જ વ્યસ્ત નથી. 

મારું જીવન હંમેશા આવું જ રહ્યું છે અને આજ પ્રકારનું જીવન છે. અલબત્ત, હું મારી ક્ષમતા મુજબ સમયનું શ્રેષ્ઠ રીતે પુનરાવર્તન કરી શકું છું અને તે પણ એક પાત્ર તરીકે એવરાહ મારા માટે આથિયા ૨.૦ છે,' એમ તેણે ઉમેર્યું હતું.

'હેરાફેરી-૩'માં બધા એકસરખા છે : નિર્માતાથી દિગ્દર્શક સુધી

સુનીલ શેટ્ટી હાલમાં 'હેરાફેરી-૩'નું શુટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મે કેવી ધમાલ મચાવી હતી, એ કહેવાની જરૂર નથી, પણ આ ફ્રેન્ચાઇઝને પણ ૨૫ વર્ષ થયા છે. આથી સુનીલ શેટ્ટીને પૂછવામાં આવ્યું કે અક્ષયકુમાર અને પરેશ રાવલ સાથે ફરી જોડાવાનો અનુભવ કેવો રહ્યો? સુનીલ કહે છે કે તેની સુંદરતા એ છે કે અમને ક્યારેય એવું નથી લાગ્યું કે ૨૫ વર્ષ થઈ ગયા છે. ફિલ્મના શુટિંગ દરમિયાન એવું લાગ્યું નહીં કે ૨૫ વર્ષ થયા છે. બસ, અમે અલગ દેખાઈ રહ્યા છીએ અને અમારી પાસે અલગ-અલગ ગેટઅપ પણ છે, જો કે અમે બધા એક સરખા છીએ. નિર્માતાથી દિગ્દર્શક સુધી આવું છે - અમે બધા એકસરખા છીએ. હા, અમે આ વખતે ઓમ પુરીને મિસ કર્યા. તેઓ તો 'હેરાફેરી-૧' ના પિલર હતા.

'હેરાફેરી-૩'માં બીજું કોઈ આ પાત્રો ભજવી શકે નહીં

'હેરાફેરી'માં શ્યામની ભૂમિકા ફરી ભજવનાર આ અભિનેતા ફિલ્મની વાર્તા અંગે વધુ કંઈ જણાવતા નથી, પરંતુ સાથે જ ઉમેરે છે કે 'જ્યારે અમે શુટિંગ કરતા હતા ત્યારે પણ એવું લાગતું ન હતું કે અમે કોઈ પાત્ર રહ્યા છીએ. બીજું કોઈ તે પાત્રો ભજવી શકે નહીં.'

એવી પણ અફવા હતી કે કાર્તિક આર્યન સિકવલ માટે અક્ષયકુમારના સ્થાને આવશે. તે વાતને ધ્યાનમાં લેતા સુનીલ શેટ્ટી કહે છે, 'અન્ય જે પણ કલાકારો આવી રહ્યા હતા, તેમણે ક્યારેય કોઈનું સ્થાન લેવાનું નહોતું તે એક નવા-અલગ પાત્ર તરીકે આવી રહ્યા હતા, પરંતુ હવે નિર્માતાઓ જૂની સ્ક્રિપ્ટ પર પાછા ફર્યા છે અને તેમાં જૂની હેરા-ફેરી કરતાં ૧૦ ગણી વધુ મઝા છે.'

આમ સુનીલ શેટ્ટીની નવી સફર શાનદાર બની છે અને ફિલ્મ પણ હીટ જાય એવી અપેક્ષા સેવવામાં આવે છે.

 



Related News

Icon