અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા વિમાનમાં સવાર 241 મુસાફરોના સહિત 275 લોકોના મોત થયા હતા.આ ઘટના બાદ એર ઇન્ડિયા SATSના કર્મચારીઓએ પાર્ટી કરી હતી. આ પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ 4 અધિકારીઓએ નોકરી ગુમાવવી પડી છે. આ ઘટના બદલ એર ઇન્ડિયાએ માફી પણ માંગી છે.
એર ઇન્ડિયાના કર્મચારીઓની પાર્ટીનો વીડિયો થયો વાયરલ
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટના દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના ગુસ્સાને જોતા એર ઇન્ડિયા એરપોર્ટ સેવા આપતી AISATSના ચાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.
અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના કેટલાક દિવસ બાદ એર ઇન્ડિયા SATSના ચાર સીનિયર અધિકારીઓએ તેમની ઓફિસમાં પાર્ટી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કર્મચારી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ અસંવેદનશીલ વ્યવહારને લઇને લોકોમાં ગુસ્સો હતો અને આ કારણે કાર્યવાહીની માંગ કરવામાં આવતી હતી.
AISATSએ કરી સ્પષ્ટતા
લોકોના ગુસ્સાને જોતા AISATSની સ્પષ્ટતા સામે આવી છે. કંપનીએ કહ્યું કે અમે જવાબદારો પર કાર્યવાહી કરી છે અને બાકી કર્મચારીઓને ચેતવણી આપી છે. કંપનીએ કહ્યું, અમે પીડિત પરિવારો સાથે છીએ અને આ ઘટનાને લઇને અમને દુ:ખ છે"
શું છે AISATS?
AISATS,એર ઇન્ડિયા અને ગેટવે સર્વિસિજ અને ફૂડ સોલ્યૂશનની મુખ્ય પ્રોવાઇડ SATS લિમિટેડ વચ્ચેનું 50-50 ટકા જોઇન્ટ વેન્ચર છે. આ દેશભરમાં એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સુવિધા આપે છે. એર ઇન્ડિયાની સાથે પાર્ટનરશિપ બાદ આ રીતના વ્યવહારની ટીકા કરવામાં આવી રહી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 275 લોકોના થયા હતા મોત
અમદાવાદમાં 12 જૂન બપોરે 1 વાગ્યાની આસપાસ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનરમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા.