Ahmedabad Plane Crash News: અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પ્રાથમિક રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટથી ઘણી બાબતો પ્રકાશમાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભરતાની સાથે જ બંને એન્જિન 3 સેકન્ડમાં જ બંધ થઈ ગયા હતા.

